Explore

Search

May 25, 2026

Contact us -7820092500

IAS Coaching

Valsad News : પ્રોહિબિશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયો

વલસાડ સિટી, વાપી ટાઉન તથા ચીખલી પોલીસ મથક મળી પ્રોહિબિશનનાં ત્રણ ગુન્હાઓમાં વોન્ટેડ જાહેર કરાયેલ આરોપીને LCBની ટીમે દમણ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ સિટી પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં ગત વર્ષે ત્રણ અલગ અલગ પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા.

જે ત્રણેય ગુન્હાઓમાં સંડોવાયેલો દુલાલકુમાર ગિરધારી મંડલ (હાલ રહે.રમણભાઈની બિલ્ડિંગ, વિજય બારની સામે, ડાભેલ દમણ-મૂળ રહે.ઝારખંડ રાજ્ય) ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આરોપી દમણમાં હાજર હોવાની બાતમી જિલ્લા પોલીસની LCBની ટીમને મળી હતી. જે બાતમી મળતા, LCBની ટીમે આરોપીને દમણથી ઝડપી પાડી આરોપીનો કબજો સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!