Explore

Search

May 25, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપી-બલીઠા ચેકપોસ્ટ પરથી ટ્રકમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકની અટકાયત કરાઈ

વાપીનાં વાપી-બલીઠા પોલીસ ચેકપોસ્ટ રોડ પરથી દમણથી સુરત તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આછા સફેદ રંગનો મહિન્દ્રા કંપનીનો સુપરો મેક્સી ટ્રકમાં દમણથી ગેરકાયદે દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે વાપી-બલીઠા ચેકપોસ્ટ રોડ પર વોચ ગોઠવી હતી.

તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પોની પાછળ તાડપત્રી ઢાંકી રાખવામાં આવી હતી. તપાસ કરતાં ખાખી પૂંઠાના ૧૯ બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલતા ‘રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ મિલીની કુલ ૯૧૨ બોટલો મળી આવી હતી. જેની કિંમત અંદાજે રૂપિયા ૨,૯૬,૪૦૦ થાય છે. આ સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ અંદાજે રૂપિયા ૩ લાખ કિંમતનો ટેમ્પો અને રૂપિયા ૨ હજારનો ફોન પણ જપ્ત કર્યો હતો. તેમજ પકડાયેલા ચાલકે પોતાનું નામ હૈદરઅલી નિજામુદ્દીન અંસારી (રહે.સચિન) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, સુરતના અનવર અંસારી નામના વ્યક્તિએ દમણના મશાલ ચોકથી દારૂ ભરેલો ટેમ્પો પલસાણા ચોકડી સુધી પહોંચાડવા આપ્યો હતો અને બદલામાં વધુ પૈસા આપવાની લાલચ આપી હતી.

Advertisement
error: Content is protected !!