Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

ચીખલીનાં રૂમલા ગામે બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક આધેડનું મોત

નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં રૂમલા ગામે બાઈક સામસામે અથડાતા એક આધેડ શખ્સનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર, રૂમલા ગામના કણબીવાડ ફળિયા ખાતે રહેતા નરેન્દ્રભાઈ ઈન્દુભાઈ ભૂંસારા (ઉ.વ.૪૬) રાત્રીના સમયે ઘરનો સામાન લેવા માટે બાઈક લઈને ગયા હતા. ત્યારબાદ સામાન લઈને પરત ઘરે આવતા સમયે રૂમલા પટેલ ફળિયા ખાતે આવી પહોંચતા સામેની બીજી એક બાઈકના ચાલક સાહિલ જિતેન્દ્રભાઈ પટેલે પોતાની કબજાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો.

જેથી નરેન્દ્રભાઈ ભૂંસારાને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ની મદદથી સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જિતેન્દ્ર ઇન્દુભાઈ ભૂંસારા (રહે.રૂમલા કણબીવાડ,ચીખલી)ની ફરિયાદથી પોલીસે બાઈક ચાલક સાહિલ જિતેન્દ્રભાઈ પટેલ (રહે.રૂમલા કણબીવાડ,ચીખલી)ની વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!