Explore

Search

May 26, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં તરભોણ ગામે કન્ટેનરમાં બાઈક ભટકાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું

સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં તરભોણ પાસે કન્ટેનરમાં બાઈક ભટકાતા ગણદેવીના ઈચ્છાપોર ગામના યુવકનું મોત નીપજ્યું હતું. જોકે બાઈક ચાલકે એક કારને પણ અડફેટે લીધી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલી રૂરલ પોલીસ મથકેથી તાલુકાના તરભોણ ગામે બારડોલી-નવસારી રોડ પર બાઈક લઈને સુનિલભાઈ ભરતભાઈ હળપતિ (ઉ.વ.૨૮., રહે.ઈચ્છાપોર, નવદુર્ગા ફળિયું,ગણદેવી,જિ.નવસારી) પુરઝડપે પસાર થતો હતો.

તે સમયે રોડની સાઈડ પર ઉભેલ ટેન્કરના પાછળના ભાગે તેની બાઈક જોરમાં ભટકાતા દેતા સુનિલ હળપતિ રોડ પર પટકાયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકે નવસારી તરફ જતી સ્વિફટ કારને પણ અડફેટેમાં લીધી હતી. બનાવ અંગે પોલીસે મૃતકના ભાઈ સંજયભાઈ ભરતભાઈ હળપતિ (ઉ.વ.૨૩)ની ફરિયાદ લઈ અકસ્માત સર્જનાર સુનિલ હળપતિ વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!