Explore

Search

May 26, 2026

Contact us -7820092500

IAS Coaching

ગણદેવીના એંધલ ગામના શખ્સનું અકસ્માતમાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામના પીપળા હળિયામાં રહેતા કેયુરકુમાર દીપકભાઈ પટેલ (ઉ.વ.૩૨) સાંજના સમયે પોતાની લ્યુના મોપેડ લઈને કામથી ગણદેવા ખારેલ તરફ ગયા હતાં. તે દરમિયાન સાંજનાં અરસામાં ગણદેવા ગામે ખારેલ ઓવરબ્રિજ પાસે સહકારી મંડળી નજીકના વળાંક ઉપર ખારેગથી ચીખલી તરફ જતા ટેન્કર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી લાવી લૂનાને અડફેટે લીધું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર ટ્રકની કલીનર સાઈડના પાછળના વ્હીલ નીચે કેયુરકુમાર દબાઈ જતા તેમનું ઘટના સ્થળ જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાય પરી હતી. ઘટના અંગે ગણદેવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisement
error: Content is protected !!