સુરત LCB પોલીસે બાતમીના આધારે કામરેજ ગામની સીમમાંથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા 5.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની અટક કરી હતી. મળતી માહિતી મુજબ, એક હ્યુન્ડાઈ આઈ-20 કારનો ચાલક કારમાં ગેરકાયદેસર રીતે વ્યારાના ઘાટા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને કડોદ થઈ વિહાણ ચોકડીથી કામરેજ ચાર રસ્તા તરફ આવી રહ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી.
જેથી પોલીસે કામરેજ ગામની સીમમાં ગોપનાથ હોટલની સામે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમીવાળી આઈ-20 કાર ત્યાં આવી પહોંચતા પોલીસે જેને અટકાવી 66,240/-ની કિંમતની દારૂની પપર બોટલો મળતા પોલીસે 5 લાખ કિંમતની કાર, 5 હજાર કિંમતનો મોબાઈલ ફોન, 100 રોકડા મળી કુલ 57,1,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે કાર ચાલક નિર્મલ રાયસિંગ ચૌધરી (ઉ.વ.32, રહે. રૂપણ ગામ, વાડી ફળિયું, માંડવી)ની અટક કરી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર સુરેશ (રહે.કડોદરા) તથા વિદેશી દારૂનો કારમાં ભરી ઘાટા તા.વ્યારા ખાતેથી કાર આપનાર અજાણ્યો ઈસમ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઉર્મિત લાલુ કથીરીયા (રહે.મોટા વરાછા, સુરત)ને એલસીબી પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

