Explore

Search

May 21, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં બાબેન ગામની મહિલા ચેક રિટર્નનાં કેસમાં કસુરવાર ઠરતા કોર્ટે બે વર્ષની સજા ફટકારી

બારડોલી ખાતે આવેલ સુવિધા કો-ઓ.ક્રેડિટ સોસાયટીમાં કેટલા સમયથી લોનની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલા ચંદાબેન પરસોત્તમભાઈ સોલંકી (રહે.કરીમની ચાલ,બાબેન,તા.બારડોલી)ના ચેક રિટર્નના કેસમાં કસુરવાર ઠરાવતા બારડોલી કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જો ચેકની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સખત કેદની સજા કરવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ, મૂળ બારડોલી તાલુકાના બાબેન ખાતે રહેતા ચંદાબેન પરસોત્તમભાઈ સોલંકીએ તા.૦૭/૦૧/૨૦૨૨ના રોજ રૂપિયા ૧ લાખની જાત-જામીન લોન બારડોલીની સુવિધા કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.માંથી લીધી હતી.

તેઓ લોનના માસિક હપ્તાની ચુકવણીમાં નિષ્ફળ રહ્યા હતા. લાંબા સમય સુધી તેનું લોન ખાતું અનિયમિત જણાતા સંસ્થા દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી. જેને લઈ તેમણે તા. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ બેંક ઓફ ઈન્ડિયાનો રૂપિયા ૯૮,૯૧૬નો ચેક સુવિધા ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવ્યો હતો. પરંતુ લોન ચુકવણી માટે તેણે આપેલો ચેક ફન્ડસ ઈન્સફીસીયંતના શૈરાથી બેંકમાંથી પરત થઈ આવ્યો હતો. આ બાબતની સંસ્થા દ્વારા તેને નોટિસ આપી જાણ કરવામાં આવી હતી.

નાણા નહી ચુકવતા સુવિધા કો-ઓ. ક્રેડિટ સોસાયટી દ્વારા તેમના વિરૂદ્ધ બારડોલી કોર્ટમાં ચેક રિર્ટનનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુવિધા કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.સંસ્થા મેનેજર ધર્મેશ મોહનભાઈ ભંડારીએ આ મામલે બારડોલી કોર્ટમાં કરેલા મળ ચેકરિર્ટન કેસની રજૂઆત ઉપરાંત સંસ્થાના વકીલ વિપુલભાઈ પટેલની દલીલો સાંભળીને બારડોલીની એડીસનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટના ન્યાયધીશ મોહિતકુમાર કીર્તિકુમાર શાહ દ્વારા ચંદાબેન રામદાસભાઈ સોલંકીને કસુરવાર ઠેરવી બે વર્ષની સખત કેદ સજા ફટકારો હુકમ કરવામાં આવ્યો છે. ચેકની રકમ ભરવામાં તેઓ નિષ્ફળ જાય તો વધુ છ માસની સખત કેદની સજા કરતો હુકમ પણ બારડોલી કોર્ટે કર્યો છે.

Advertisement
error: Content is protected !!