Explore

Search

May 21, 2026

Contact us -7820092500

IAS Coaching

ધરમપુરનાં બિલપુડી ગામે ગળે દુપટ્ટો બાંધી યુવકનો આપઘાત

વલસાડ જિલ્લાનાં ધરમપુરનાં બિલપુડી ગામે રહેતો યુવક સગીરાના પ્રેમમાં પડ્યો હતો. જે બાબતની જાણ સગીરાના વાલીઓને થતાં, તેમણે યુવકને સગીરા સાથે વાત નહિ કરવાની ટકોર કરી હતી. જે બાબતે યુવકને માઠું લાગી આવતા યુવક સગીરાના ઘરે પહોંચ્યા બાદ ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું. બનાવની વિગત એવે છે કે, ધરમપુરના બિલપુડી ગામનાં શિવપાડા ફળિયામાં રહેતો કિસ્મત નિલેશભાઈ બોરસદ (ઉ.વ.20)ને દોઢ વર્ષથી નજીકમાં આવેલ એક ગામમાં રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ હતો.

પરંતુ બંને વચ્ચેના પ્રેમ સંબંધોની જાણ સગીરાના પરિજનોને થઈ હતી. ત્યારબાદ સગીરાના પરિજનોએ પ્રેમસંબંધ રાખનાર કિસ્મતને સગીરા સાથે વાતચીત નહિ કરવાની ટકોર કરી હતી. સગીરાના પરિજનોની ટકોરથી નાસીપાસ થયેલો કિસ્મત, સગીરાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં યુવકે સિમેન્ટ કોંક્રિટના ભારા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું.

Advertisement
error: Content is protected !!