Explore

Search

May 19, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી LCB પોલીસની કામગીરી : શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં બે ઝડપાયા

તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઉચ્છલના સાકરદા બ્રીજ નીચે વોચ ગોઠવીને શાકભાજીની આડમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂપિયા ૧૧.૫૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી એક બોલેરો પીકઅપમાં શાકભાજીની આડમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે સાકરદા બ્રીજ નીચે વોચ ગોઠવી વાહનને રોક્યું હતું. તપાસ દરમિયાન ઉપર વેસ્ટેજ દુધી અને ગુવારની થેલીઓ ગોઠવેલી હતી અને તેની નીચેથી વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો શોભારામ મસ્કરેએ ભરાવ્યો હતો અને તેને વડોદરા તરફ લઈ જવાનો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં (૧) લોકેશ ગિરધારી માલીવાડ (ઉંમર ૨૫, રહે. સોડપુર, મધ્યપ્રદેશ) (૨) મોતીયા નાનસીંગ ગીરવાલ (ઉંમર ૧૯, રહે. કછાલ, મધ્યપ્રદેશ) જ્યારે શોભારામ રોકડીયા મસ્કરે (રહે મધ્યપ્રદેશ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!