Explore

Search

April 23, 2026

Contact us -7820092500

IAS Coaching

સાવધાન! નવજાત શિશુઓનો 5 લાખમાં સોદો કરતી હૈદરાબાદની ગેંગ ઝડપાઈ; IVF સેન્ટરો બહારથી રચાતું હતું તસ્કરીનું ખતરનાક નેટવર્ક!

ગુજરાત પોલીસે બાળ તસ્કરીના કાળા કારોબાર સામે લાલ આંખ કરી ‘ઓપરેશન દેવ’ હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે. બનાસકાંઠાથી અપહરણ કરાયેલા 4 વર્ષના માસૂમ બાળક ‘દેવ’ને હેમખેમ છોડાવીને પોલીસે તેલંગાણા સ્થિત કુખ્યાત મુરુગન ગેંગના સાગરિતોને ઝડપી પાડ્યા છે.

ગત 6ઠ્ઠી એપ્રિલના રોજ બાળક દેવનું અપહરણ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આ કેસની ગંભીરતા જોતા પોલીસે 10 સમર્પિત ટીમો બનાવી અને ‘ઓપરેશન દેવ’ નામની ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ફિલ્ડ ઓપરેશનના સમન્વયથી પોલીસ આંતરરાજ્ય ગેંગ સુધી પહોંચવામાં સફળ રહી હતી.આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પોલીસે રાજસ્થાનના એક દંપતીના નવજાત બાળકને રેસ્ક્યુ કર્યું અને દાંતાના બે સ્થાનિક આરોપીઓ શૈલેષ ગમાર અને બાબુ ભગારોની ધરપકડ કરી. તેમની કડક પૂછપરછમાં તેલંગાણાના બોડાશુ નાગરાજુ ઉર્ફે મુરુગન દ્વારા ચલાવવામાં આવતા વિશાળ નેટવર્કની વિગતો સામે આવી હતી. ત્યારબાદ, ગુજરાત પોલીસે તેલંગાણાના કાગઝનગરમાંથી મુરુગન અને તેના બે સાથીઓને દબોચી લીધા હતા.

પોલીસ તપાસમાં આ સિન્ડિકેટની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. મુરુગન અને તેની પત્ની સુરકૃષ્ણવેણી હૈદરાબાદના સિકંદરાબાદ, બંજારા હિલ્સ અને કુકટપલ્લી જેવા વિસ્તારોના IVF કેન્દ્રોની બહાર નિઃસંતાન દંપતીઓને શોધતા હતા. શરૂઆતમાં તેઓ બાળક આપી શકે તેવી મહિલાઓનો સંપર્ક કરાવવા માટે રૂ.5,000 થી રૂ.6,000 લેતા હતા. બાદમાં આ ગેંગે પોતાનું નેટવર્ક અન્ય રાજ્યોમાં ફેલાવ્યું અને નવજાત શિશુઓની તસ્કરી શરૂ કરી. એક બાળક દીઠ તેઓ રૂ.4 થી 5 લાખ વસૂલતા હતા. હાલમાં ગુજરાત પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને આમાં અન્ય કોઈ મોટા માથાઓ કે હોસ્પિટલો સામેલ છે કે કેમ તે દિશામાં ઉંડી તપાસ કરી રહી છે. પોલીસ ટીમે હૈદરાબાદ (૩), બનાસકાંઠા (૨), મહારાષ્ટ્ર (૨), દિલ્હી (૧) જેવા વિસ્તારમાંથી તસ્કરી થયેલ અંદાજે ૮ બાળકોનું રેસ્ક્યુ કર્યું છે, પકડાયેલા આરોપીઓ મુરુગન, શૈલેષ ગમાર, બાબુ ભગારો અને અન્ય સાથીઓ તેમજ મુખ્ય સૂત્રધાર બોડાશુ નાગરાજુ ઉર્ફે મુરુગન નામનો આરોપી છે.

Advertisement
error: Content is protected !!