બારડોલીનાં ધામડોદ રોડ પર આવેલ વૃંદાવન વિલામાં ચોરોએ નવીનભાઈના ઘરમાંથી રૂપિયા ૩૪,૭૦૦/-ની રોકડ રકમની ચોરી કરી હતી તેમજ અન્ય એક ઘરની બહારથી બાઈક પણ ઉઠાવી લઈ ગયા હતા. જયારે લોકો સવારે જાગ્યા ત્યારે તેમને ઘરના બારી-દરવાજા તૂટેલા જોવા મળ્યા હતા. 
ઘટનાની જાણ થતા જ બારડોલી પોલીસની ટીમ સોસાયટીમાં પહોંચી ત્યાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાની ફૂટેજ ચકાસી રહી છે. જયારે તો બીજી તરફ, બારડોલી પોલીસ વિભાગે લોકોને તેમની સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે ઘરે સી.સી.ટી.વી., એલાર્મ સિસ્ટમ તથા સેફટી લોક લગાવવા અનુરોધ કર્યો છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જોતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

