વ્યારાનાં ચાંપાવાડી ગામનાં દાદરી ફળીયાના રહીશ રીતેશકુમાર રમેશભાઈ ગામીત ઉપર ગત તારીખ ૨૭-૦૫-૨૫ નારોજ ફોન આવ્યો હતો. જેમાં ઠગબાજોએ જણાવ્યું કે, એસ.બી.આઇ. ક્રેડીટ કાર્ડમાંથી રાહુલ શર્મા બોલું છું તમે રિવોર્ડ પોઈન્ટનો ઉપયોગ કર્યો નથી તેના માટે રિવોર્ડ પોઈન્ટનો નવો ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે જેથી યુવાને કાર્ડ માટે ના પાડતા સામેથી જણાવ્યું કે, નવો ક્રેડીટ કાર્ડ લેવો જ પડશે તમારા એકલા માટે નથી બધા માટે જ ક્રેડીટ કાર્ડ ઈસ્યુ થાય છે. રિવોર્ડ પોઈન્ટ ચેક કરીને જણાવ્યું છું કહીને તમારે ૩૦,૫૧૩ રિવોર્ડ પોઈન્ટ થાય છે, જે રૂપિયામાં કન્વડ કરવા તમારે ઓટીપી આવશે. 
તે મને આપશો કહેતા એક ઓટીપી આવતા જે અજાણ્યાને આપ્યો હતો. જે ઓટીપી ખોટો હોય બીજો આવશે તે આપજો તેમ જણાવ્યું હતું. જેથી યુવાને વિશ્વાસમાં આવી બીજો ઓટીપી આપ્યો હતો. ત્યારબાદ અજાણ્યાએ તમારો નવો ક્રેડિટ કાર્ડ આવી જશે જેથી તમે શોપીંગ કરી શકશો જણાવી, કોઈપણ સમયે કોલ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવાનના મોબાઈલમાં એક વખત ૩૦,૫૧૩ અને બીજી વખત રૂપિયા ૩૦,૫૧૩ ટ્રાન્જેકશન થયાના મેસેજ આવતા જ યુવાનને ઓનલાઈન ફોડ થયાની જાણ થઈ હતી. અજાણ્યાએ ઓટીપી મેળવી રૂપિયા ૬૧,૦૨૬ જેટલી રકમ ટ્રાન્સફર કરી લઈ યુવાન સાથે ઓનલાઈન ફોડ કરી વિશ્વાસઘાત અને છેતરપિડી કર્યાની ફરીયાદ અજાણ્યા રાહુલ શર્મા નામના ઈસમ સામે કાકરાપાર પોલીસ મથકે નોંધવામાં આવી હતી.

