Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લા કલેકટરશ્રીએ ડોસવાડા મોડેલ સ્કુલમાં બાળકોને પ્રવેશ કરાવ્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લાની ડોસવાડા મોડેલ સ્કૂલમાં કલેકટર ડો.વિપિન ગર્ગે આજરોજ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અન્ય અધિકારીઓ, શાળાનો શિક્ષક ગણ, ગ્રામજનો સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાર્થના બાદ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી માટે વાહન વ્યવહારના નિયમો અનુસરવાના શપથ લીધા હતા.

દિકરીઓમાં શિક્ષણનુ સ્તર ઊંચું આવે તે માટે ગુજરાત સરકારના પ્રયાસના ભાગ રૂપે યોજાયેલ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ કાર્યક્રમમાં દીકરીઓને કીટ આપી પ્રોત્સાહિત કરવામાં અવી હતી. શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી અને વિદ્યાર્થીઓની વિવિધ કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ આભારવિધી કરી હતી. મહેમાનશ્રીઓ દ્વારા શાળાની ICT લેબ, સાયન્સ લેબ તથા શાળા પરિસરની મુલાકાત લીધી હતી. શાળાની વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિ તથા ભૌતિક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!