Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી 19થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહલો છે, તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 10 થી 12 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી 19થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. જ્યારે 14-15 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Advertisement
error: Content is protected !!