Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના હવે અમદાવાદમાંથી પણ સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હાઇકોર્ટના ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા છે અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈમેલ મળતાં જ હાઇકોર્ટ વહીવટીતંત્રે અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી અને ઈમેલના મૂળને શોધવા માટે સાયબર તપાસ શરુ કરવામાં આવી છે. અમદાવાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!