Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

વાસદ નજીક મહિસાગર નદીનાં પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નિપજ્યું

ખેડાનાં વાસદ નજીક મહિસાગર નદીનાં પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હતું. નદીના પાણીમાં અજાણી વ્યકિતની લાશ તરતી જોઇને લોકોના ટોળી નદી કિનારે એકઠા થયા હતા.

બનાવ અંગે વાસદ પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. પોલીસે ૩૫ થી ૪૦ વર્ષના અજાણ્યા યુવકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વાસદ પોલીસે પાણીમાં ડૂબી જવાથી અપમૃત્યુની નોંધ કરીને મૃતક યુવક કોણ છે અને ક્યાંનો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!