Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

બગવાડા ટોલનાકા પાસેથી કારમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક પકડાયો

વલસાડનાં પારડી તાલુકાનાં બગવાડા ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી પસાર થતી દારૂ ભરેલ કારને એલ.સી.બી.એ ઝડપી પાડી એકની ધરપકડ કરી હતી. આ બનાવમાં પ્રમોદ અને વિક્કી હજુ પણ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લા એલ.સી.બી.ની ટીમ બગવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે સિલ્વર કલરની હોન્ડા સિટી કારને રોકવામાં આવી હતી. કારની ડીકીની તપાસ થતાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનાની તપાસ કરતાં વ્હિસ્કી અને વોડકાની કુલ ૨૩૪ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭૧,૮૫૦/- હતી. ધરપકડ કરાયેલ ઈસમે તેનું નામ અફઝલ કમર પઠાણ (રહે.વડોદરા) હોવાનું બતાવ્યું હતું. તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેણે દમણથી આ દારૂનો જથ્થો લીધો હતો.

તેનો સંપર્ક પ્રમોદ નામના વ્યક્તિ સાથે હતો, જે વાપીમાં રહે છે. પ્રમોદ અને તેના સાથીદાર વિક્કીએ દમણ ખાતે એક બિલ્ડિંગ પાસેના ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો પહોંચાડ્યો હતો. જેસ બાદ તેને દારૂ ભરેલી કાર વડોદર લઈ જવા જણાવાયું હતુ. આ કેસમાં પ્રમોદ અને વિક્કી હજુ પણ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આમ, પોલીસે કાર અને દાર સહિત કુલ રૂપિયા ૫,૭૬,૮૫૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement
error: Content is protected !!