નર્મદાનાં સાગબારા તાલુકાનાં કોડબા ગામનાં હાઈવે રોડ ઉપર હાઈવા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી બાઈક ટ્રકની જમણી બાજુ અથડાતાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન બાઈક સવારનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, તારીખ ૩૦ મે નારોજ સાંજના સમયે હાઈવા ટ્રકનાં ચાલક કમલેશ રવિલાલ વસાવા (રહે.રામપરા, તા.વાલીયા જિ.ભરૂચ)એ પોતાની હાઈવા ટ્રક ચલાવી લાવી અચાનક બ્રેક મારી દેતાં તેની પાછળથી આવતી બાઈકના ચાલક હેમંત ભીખા સોની (રહે.શીતલ પાર્ક ગુજરાતી શાળા પાછળ સૈજપુર બૌધા નરોડા અમદાવાદ શહેર)ની બાઈક હાઈવા ટ્રકની પાછળના ભાગે જમણી બાજુએ અથડાઈ જવાથી તેઓના મોઢાના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સાગબારા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

