Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

બીએચએમએસની નકલી ડિગ્રી આપનારા સુરતના શખ્સની ધરપકડ કરાઈ

રાજ્યમાં સમયાંતરે નકલી તબીબો ઝડપાતા રહે છે.58 લોકોને બીએચએમએસની નકલી ડિગ્રી આપનારા સુરતના શખ્સની એસઓજીએ ધરપકડ કરી હતી.મળતી વિગત પ્રમાણે, એસઓજીની ટીમે સુરતના ડિંડોલીમાંથી વિજય બોરોલે (ઉ.વ.50)ને ઝડપી પાડ્યો હતો.તે 2020માં સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરમાં 5 વર્ષથી વોન્ટેડ હતો. નડિયાદના બાસ્કા ગામે બીએચએમએસની નકલી ડિગ્રીતી દંપતી પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી બાદ આ પ્રકરણ સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન વિજયે 58 લોકોને નકલી ડિગ્રી પધરાવી હોવાનો ખુલાસો થયો હતો. સુરત, રાજકોટ, અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડિગ્રીના આધારે ઊંટવૈદો હાટડીઓ ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા.આ ડિગ્રી આપવા માટે તે ચાર થી નવ લાખ રૂપિયા પડાવતો હતો.રકમ લઈ તે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી(બિહાર)ની નકલી ડિગ્રી આપતો હતો.તેમજ નકલી ડિગ્રી સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કાઉન્સિલ ઓફ હોમિયોપેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી દેતો હતો. જેના કારણે તે નકલી હોવાની શંકા જતી નહોતી. બાબા સાહેબ આંબેડકર યુનિ. દ્વારા જ આ સર્ટિફિકેટ પોતે ઈશ્યુ નહિ કર્યાનું જણાવતાં તપાસ તેજ બની હતી અને બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!