Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Surat : બંધબોડીનાં ટેમ્પોમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક અને ક્લીનર ઝડપાયો

સુરત જિલ્લાનાં કામરેજ ચાર રસ્તાથી સુરત તરફ જતા સર્વીસ રોડ ઉપરથી એક બંધબોડીનાં ટેમ્પોમાંથી રૂપિયા ૭.૯૨ લાખનાં ભારતીય બનાવટની વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડી કૂલ રૂપિયા ૧૪,૯૫,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ કામે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૨/૦૬/૨૦૨૫ નાંરોજ અલગ અલગ ટીમો બનાવી સુરત જીલ્લા વિસ્તારમાં પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘એક બંધબોડીનો ટેમ્પો નંબર એમએચ/૦૧/ઈએમ/૬૯૧૯નો ચાલક તથા ક્લીનર પોતાના કબ્જાના ટેમ્પોમાં રાજસ્થાન તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કામરેજ ચાર રસ્તાથી સુરત તરફ જતા સર્વીસ રોડ ઉપર ઉભેલ છે અને સુરત શહેર તરફ સપ્લાય કરવા જનાર છે.’ જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો કામરેજ પોલીસ સ્ટેશન હદ્દમાં બાતમીવાળી જગ્યાએ દરોડો કરી બંધ બોડીનો બાતમીવાળો ટેમ્પો નંબર એમએચ/૦૧/ઈએમ/૬૯૧૯નો ચાલક શાંતિલાલ લખમાજી ખટીક (રહે.ચીકારડા ગામ, ગુર્જર મહોલ્લો, થાના સાવરિયા, ચિત્તોડગઢ, રાજસ્થાન) અને ક્લીનર મદનલાલ માંગીલાલ નાયક (રહે.ચીકારડા ગામ, બસ સ્ટેશનની બાજુમાં થાના સાવરિયા, ચિત્તોડગઢ, રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા. તેમજ ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કૂલ ૩,૬૦૦ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭,૯૨,૦૦૦/- હતી.

જોકે પોલીસે વિદેશી દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાન ખાતેથી ભરી આપેલ હતો અને સુરત શહેર ખાતે સપ્લાય કરવાનો હતો જેથી પોલીસે ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂનો પ્રોહી. મુદ્દામાલ, ટેમ્પો, બે નંગ મોબાઈલ અને રોકડ રકમ મળી કૂલ રૂપિયા ૧૪,૯૫,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement
error: Content is protected !!