ગુજરાતમાં ફરી એક વાર હવામાન પલટાવાનું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીની અસર વર્તાઇ રહી છે ત્યારે ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ પડશે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાનમાં બદલાવ આવી રહ્યો છે.
18 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં જ્યારે 19 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ થઇ શકે છે.આ ઉપરાંત તારીખ 20 અને 21 મે 2025ના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.

