Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

Demolition : બુટલેગરનું ઘર તોડી નખાયું

પોલીસે આરોપીઓ સામે બુલડોઝર ફેરવીને તેમની સામે આકરી કાર્યવાહી કરી છે. દારુનો વેપલો કરીને યુવાનોને તેના રવાડે ચડાવતા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. પહેલા પણ અમદાવાદમાં એક મહિલા બુટલેગરના ઘર પર પોલીસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરીને તેની ગેરકાયદેસર સંપતિને તોડી પાડી હતી.દારુનો ગેરકાયદેસર વેપલો કરીને યુવાનોની જિંદગી બર્બાદ કરતા આવા બુટલેગરો સામે કાર્યવાહી કરીને તેમના ઉભા કરેલા ગેરકાયદેસર મિલ્કતોને ટાંચમાં લઈને પોલીસ ડિમોલિશનની કાર્યવાહી કરતી હોય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના નામચીન બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી બુટલેગર વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્ચું છે. તે બુટલેગરનું નરોડાના મુઠીયામાં આવેલા તેના ઘર પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે. આરોપી જયેશ સોલંકીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેની સામે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આરોપી દ્વારા સરકારી જગ્યામાં બનાવેલ ભોંયરામાં છૂપાવેલો દારુ પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.

Advertisement
error: Content is protected !!