બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે રોજે-રોજ જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે અરજદારો સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, સરકારી કામ અર્થે આવતાં અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ હોય તેવા ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
આ હુકમ આગામી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તથા આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે જે તે કચેરીના ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ તથા પોલીસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેકટરના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારી ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.

