Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

ત્યક્તાને લગ્નની લાલચે વિધર્મી રિક્ષાચાલકે ગર્ભવતી બનાવી

સુરતનાં પીપલોદ રહેતી અને ડુમસ રોડ સ્થિત એક મોલમાં એક ૩૨ વર્ષીય મહિલા નોકરી કરતી હતી. પતિ સાથે અણબનાવ થયા બાદ એ પોતાના એક પુત્રની સાથે અલગ રહેતી હતી. મોલમાં નોકરી કરતી વખતે મહિલા રિક્ષાચાલક ૩૯ વર્ષીય રમઝાન અલી ખોજા (રહે. ડાંગી શેરી, દિલ્હી ગેટ) સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચેના સંબંધો ઝડપભેર પ્રેમમાં પરિણમ્યા બાદ રમઝાન અલીએ મહિલા ને લગ્નની લાલચ આપી હતી. તેની સાથે લગ્ન કરશે એવો વિશ્વાસ બેસાડી શારીરિક સંબંધ બાંધતા મહિલાને ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ રમઝાને મહિલા સાથેના સંપર્કો ઓછા કરી દીધા હતા. દરમિયાન મહિલા સાથેના સંબંધ અંગે રમઝાનની પત્ની રુકસાનાને જાણ થઈ હતી. રુકસાનાએ મહિલા ને ઢીકામુક્કીનો માર મારીને તેના બાળકને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!