Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

જમીનદલાલનું કાર સાથે ફિલ્મીઢબે અપહરણ

અમરોલીમાં રહેતા જમીન દલાલના બેંક એકાઉન્ટમાં પરિચિત વ્યક્તિએ રૂ. પાંચ લાખની રકમ ડિપોઝિટ કરી હતી, પરંતુ આ રકમ જમીન દલાલે પરત નહીં કરીને બારોબાર સગેવગે કરતાં તેનું ફિલ્મીઢબે અપહરણ કરીને માર મારીને ઈકો કાર લઈ લીધી હોવાના મામલે ચકચાર મચી ગઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ અમરોલી ન્યૂ કોસાડ રોડ ઉપરની અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ જીતલાલ ભારતી (મૂળ રહે. મનીપુરા, જિ. જોનપુર, ઉત્તરપ્રદેશ) જમીન દલાલીના વ્યવસાયી છે. દોઢેક માસ અગાઉ તેના મિત્ર નારાયણ પંડિત મારફત સાહિલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. સાહિલે ધર્મેન્દ્ર સાથે મિત્રતા કેળવી ધંધાકીય વ્યવહાર સાચવવા રૂ. પાંચ લાખની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી અને આ પેટે કમિશન આપવાની વાત કરી હતી ધર્મેન્દ્રએ આ પાંચ લાખ પૈકી બેંકમાંથી રૂ.બે લાખની રકમ ઉપાડી લીધી હતી. બાકીના ત્રણ લાખ પિતરાઇ વિરાટના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ધર્મેન્દ્રએ ત્યારબાદ બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન નંબર બંધ કરી દીધો હતો. ધર્મેન્દ્ર શનિવારે સવારે નવ કલાકે ઇકો કાર ભાડે ચલાવવા લાવ્યો હતો. આ કારથી કોસાડ રોડ પર બ્લ્યુ હેરીઝોન એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે ત્રણ બાઈક લઈને છ અજાણ્યા વ્યક્તિઓએ તેને રસ્તા વચ્ચે આંતરી લીધો હતો. કારમાં બેસીને સાહિરના પાંચ લાખ ક્યાં છે? એમ કહીને કારમાં ધાકધમકી આપીને કોસાડ આવાસની સરકારી સ્કૂલ પાસે લઈ જઈને માર માર્યો હતો. ધર્મેન્દ્રએ મારી પાસે નાણાં નથી, અને ઈકો કાર લઈ જાવ એમ કહેતા આ ટોળકી કાર લઈને ભાગી છૂટયા હતા. રૂ. પાંચ લાખની વસૂલવા જમીનદલાલને માર મારીને ઈકો કાર ઉઠાવી જતાં અમરોલી પોલીસે અજાણ્યાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!