Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Mock drill : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ દહેજ ખાતે ઈથીલીન ઓક્સાઈડ ( E.O ) ટેન્કરમાં લોડિંગ કરતી વેળાએ ઝેરી ગેસ રિલીઝ થયો

ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ એકિસડન્ટ હેઝાર્ડ ધરાવતા જોખમી કેમિકલ કારખાના, ઈન્ડસ્ટ્રીઝમાં સંભવિત અકસ્માત કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે અને સતર્કતા જળવાઈ રહે તેવા હેતુ સાથે વાગરા તાલુકામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ ખાતે ભરૂચ – વાગરા લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા ઓફ સાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી. આજે બપોરે ૧૨.૨૦ વાગે અચાનક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ દહેજમાં ( E.O ) પ્લાન્ટમાં ઈથીલીન ઓક્સાઈડ ( E.O ) લોડીંગ માટે બહારથી ટેન્કર આવી હતી.

જેમાં લોડીંગ થયા બાદ મેન હોલમાંથી લીકેજ થયાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ કારખાનાના સેફ્ટી ઓફિસરની ટીમ દ્નારા લીકેજ કંન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો છતાં પણ ગેસ ગળતર રહેતા બે વ્યકિતને ગેસ લાગતાં ઈજાગ્રસ્ત થયા બીજીતરફ કારખાના બહાર એક વ્યક્તિને પણ ગેસ લાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સામાન્ય ઈજા થતા તત્કાલ એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ ગેસની અસર વધારે થતા ઓફસાઈડ ઈમરજન્સી જાહેર કરી મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ભરૂચને જાણ કરવામાં આવી હતી. જેથી તત્કાલ લોકલ ક્રાઈસીસ ગ્રુપ(ભરૂચ – વાગરા)ના ચેરમેન અને ભરૂચના પ્રાંત અધિકારીશ્રી મનિષા મનાણીની સુચના અનુસાર પોલીસ, ફાયરની ટીમ, જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ઇમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી ભારે જહેમત બાદ દુઘર્ટના પર કાબુ મેળવાયો હતો.

ત્યારબાદ ઘટના સ્થળ પર GPCB ની ટીમ દ્વારા ગેસ ડીટેક્ટર વડે એલોઝીવ લીમીટ ચેક કરતા વાતાવરણમાં ઇથીલીનનું પ્રમાણ ન જણાતા ઓલ ક્લીયર આપવામાં આવતા મોકડ્રીલ પુર્ણ જાહેર કરી હતી. રિલાયન્સ કંપની દહેજ ખાતે ડી-બ્રીકિંગ મિટિગ ડેપ્યુટી કલેકટરશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભરૂચ પ્રાંત મનિષા મનાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. જેમાં ચેરમેન દ્વારા સેફટી એક્ષ્પર્ટ દ્વારા તૃટિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર મોકડ્રીલમાં વાગરા મામલતદાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સેફ્ટી ઓફીસર,ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના મદદનીશ નિયામક શ્રી વી.એ. હળવદીયા, જી.પી.સી.બી., ફાયર વિભાગ, પોલીસ વિભાગ, ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ, મેડીકલ ટીમના અધિકારીઓ તેમજ અલગ અલગ કારખાનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને મોકડ્રીલને સફળ બનાવી હતી.

Advertisement
error: Content is protected !!