Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : ટક્કર મારતાં કાર ચાલકને પહોંચી ઈજા, પોલીસ મથકે બનાવ નોંધાયો

ડોલવણના પાટી ગામના ઓલણ નદીના પુલ પાસે વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર પાછળથી કારને ટક્કર મારતા કાર ચાલકે ઈજા પહોંચી હતી તેમજ કારને પણ નુકશાન પહોંચ્યું ગાતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ નિઝરના રામદેવ નગરમાં અને હાલ બાજીપુરા તુલસી આચાર્ય માર્ગ બસ સ્ટેશનની પાછળ રહેતા મહેશભાઈ પ્રકાશભાઈ પટેલ (ઉ.વ.૩૧) તારીખ ૨૨/૦૨/૨૦૨૫ નારોજ મોડી સાંજે પોતાના કબ્જાની કાર નંબર જીજે/૨૬/એ/૭૦૩૩માં રૂપેશભાઈ સાથે બાજીપુરા ગામે તેમના ઘરે જતાં હતા તે સમયે પાટી ગામના ઓલણ નદીના પુલ પાસે વ્યારા ઉનાઈ નેશનલ હાઈવે પર પાછળથી આવતી એક કાર નંબર જીજે/૨૧/સીઈ/૪૦૯૩ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેશભાઈની કારને પાછળથી ટક્કર મારી હતી જેથી કાર પુલના ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને કાર ગોળ ગોળ ફરી જતાં પાછું ડ્રાઈવાર સાઈડે દરવાજામાં ટક્કર મારતા કાર ચાલક મહેશભાઈને શરીરે ઈજા પહોંચી હતી તેમજ કારને પણ નુકશાન પહોંચ્યું હતું. ઘટના અંગે મહેશભાઈ પટેલે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સામે વાળા અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!