Explore

Search

June 13, 2026

Contact us -7820092500

IAS Coaching

એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો : 4 મહિનાના બાળકને ચેપ લાગ્યો

અમદાવાદમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે. ગોતામાં 4 મહિનાના બાળકને ચેપ લાગ્યો છે. તેને એસજીવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ પહેલા અમદાવાદમાં ચાર કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ HMPV કોઈ નવો વાયરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, HMPV સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. તેથી આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.

એચમપીવીના સંક્રમણથી બચવા શું કરશો : ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમલા અથવા ટીસ્યુથી ઢાંકવુંનિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવોભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવુંતાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળોવધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવરોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવીબીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન ધરાવતાં વાતાવરણમાં રહેવું.

શ્વાસને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદીત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. બિનજરૂરી રીતે આંખ, નાક કે મોઢાને સ્પર્શન કરવો નહીંચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવુંજાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

Advertisement
error: Content is protected !!