Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

હનીટ્રેપમાં ફસાવીને તોડબાજી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ  રૂરલ પોલીસે હનીટ્રેપમાં ફસાવીને તોડબાજી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં ફસાવીને નળસરોવર નજીક પોલીસ હોવાનું કહીને તેના પર ગુનો દાખલ કરવાની ધમકી આપીને ક્રેડિટ કાર્ડ) અને ડેબિટ કાર્ડથી (debit card) સાડા ચાર લાખની કિંમતના દાગીના અને 62 હજારની રકમ પડાવનાર ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા.

અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા અને એક ઈન્શ્યોરન્સ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષના વ્યક્તિએ થોડા મહિના પહેલા ફ્રેન્ડ બનાવવા માટેની એક મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તે જીયા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતીએ તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા 22મી નવેમ્બરે તેની કાર લઇને ઉજાલા સર્કલ પાસે ગયો હતો. જ્યાંથી તે યુવતી સાથે રાજકોટ હાઇવે પર એક હોટલમાં જતો હતો. પરંતુ, યુવતીએ તેને નળ સરોવર તરફ કાર લેવાનું કહીને ચોક્કસ જગ્યાએ ઉભી રાખવાનું કહ્યું હતું. જેથી તેની વાતમાં આવીને તેણે કારને કારને ઉભી રાખી હતી. આ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેણે પોલીસની ઓળખ આપીને મોબાઇલ ફોન અને પર્સ લઇ લીધું હતું.

આ દરમિયાન તેણે ફોન તેના સિનિયર અધિકારીને વાત કરવી છે. તેમ કહીને આપ્યો હતો. તેણે પોલીસ કેસ નહી કરવાના બદલામાં એક લાખની માંગણી કરી હતી. પરંતુ, યુવક પાસે ચાર ડેબીટ અને ક્રેડિટ કાર્ડ હતા. તે પડાવીને પીન નંબર જાણી લીધા હતા. જે લઇને અન્ય કોઇ વ્યક્તિ બંનેને બેસાડીને ગયો હતો. જે થોડીવારમાં પરત કરીને જતો રહ્યો હતો. બીજી તરફ જીયા પટેલે પણ ડરી ગયાનો ઢોંગ કર્યો હતો. જેથી તે યુવકને શંકા નહોતી ગઇ. બીજી તરફ પોલીસના નામે તોડ કરનારે સાણંદના એક જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા હતા અને 62 હજાર રૂપિયા પણ લીધા હતા. આ અંગે યુવકે નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા હતા. આ ટોળકીએ અગાઉ પણ કેટલા લોકોને નિશાન બનાવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી હતી.

Advertisement
error: Content is protected !!