Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

રૂ.3 લાખ ભરેલી થેલીની ચીલ ઝડપની ફરિયાદ અરજીની એફઆઇઆર 2વર્ષ બાદ દાખલ કરાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થતા બારડોલી તાલુકાના કડોદ મુકામે રૂ.3 લાખ રોકડા લઇ બાંધકામના સળિયા ખરીદવા આવેલા માંડવી તાલુકાના ખરોલી ગામના યુવકને બે અજાણ્યા બાઈક સવારોએ તેના શર્ટ ઉપર મેલુ પડ્યું હોવાનું જણાવ્યું હતુ. શર્ટ કાઢી સાફ-સફાઈ કરવા ગયેલા યુવકની નજર ચૂકવી તેની મોટરસાયકલ ઉપર ભેરવેલી થેલી આચકી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.2022 ના વર્ષના જાન્યુઆરી માસની પાંચમી તારીખ ની ઘટના ની લેખિત  ફરિયાદ આપવા છતાં સતત બે વર્ષ સુધી એફઆઇઆર દાખલ કરવા ધરમ ધક્કા ખાતા યુવક દ્વારા અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા છેવટે બારડોલી રૂરલ પોલીસ મથકે આપવીતી રજૂ કરતા પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.

માંડવીના ખરોલી ગામે તાડ ફળિયામાં રહેતા અમિત ભીમ સિંગ ચૌધરી ના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયું હતું.2022 ના જાન્યુઆરી માસમાં રૂ.3 લાખ રોકડા થેલી મા લઇ પોતે કડોદ ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક પાસેના મકાન પાસે પોતાના સંબંધીની રાહ જોઈ ઉભા હતા. સંબંધી અને અન્ય એક ઓળખીતો યુવક મળતા તેઓ વાતચીત કરતા ઉભા હતા. આ સમયે એક યુનિકોન મોટરસાયકલ ઉપર આવેલા બે ગઠિયાઓએ અમિત ચૌધરીને તેના શર્ટ ઉપર પાછળ મેલુ પડ્યું છે મુજબ જણાવ્યું હતું.પોતાની મોટરસાયકલ ઉપર પૈસા ભરેલી થેલી લટકાવી તે શર્ટ કાઢી ધોવા ગયો હતો. આ સમયે નજર ચૂકવી ગઠીયાઓ થેલીની ઉઠાનતરી કરી ભાગી છૂટ્યા હતા. સીટીટીવી ફૂટેજ મેળવી અમિત ચૌધરીએ તાત્કાલિક કડોદ આઉટ પોસ્ટ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. વારંવાર પૂછપરછ કરવા છતાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે નું રટણ કરાયું હતું. ફરિયાદી અમિત ચૌધરીએ એફઆઇઆર દાખલ કરવાનું કહેતા પોલીસે ઉપલા અધિકારીઓએ એફઆઇઆર દાખલ કરવાની ના પાડી હોવાનું બહાનું બતાવ્યું હતું.

આ દરમિયાન ફરિયાદીને આરોપીઓ માંડવીના ધોબની નાકા મુકામે જોવા મળતા તત્કાલિક કડોદ પોલીસને જાણ કરાઈ હતી. પરંતુ પોલીસ નિષ્ક્રિય રહી હતી. ત્યાંના સીસીટીવી ફૂટેજ અને મોટરસાયકલ ના નંબર આપવા છતાં ગંભીર ગુના નો નિકાલ આવી શક્યો ન હતો. ફરિયાદી અમિત ચૌધરીએ રેન્જ આઈ.જી કક્ષા સુધી ફરિયાદો કરવા છતાં 2022ના વર્ષની ઘટના ના બે વર્ષ પુરા થવા છતાં કોઈ ઉકેલ આવી શક્યો ન હતો. હાલમાં બારડોલી રૂરલ પોલીસ મથકે વધુ એક વખત રજૂઆત કરવા જતા અને એફઆઇઆર દાખલ કરવાની વિનંતી કરતા પોલીસ મથકના પી.આઈ પી એન જાડેજાએ છેવટે એફઆઇઆર દાખલ કરી ગુનો નોંધ્યો હતો. ખેત મજૂરી કરી જીવન ગુજારતા ફરિયાદી ને કેવો ન્યાય મળે છે તે જોવું રહ્યું.

Advertisement
error: Content is protected !!