Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર પરણીતાના પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધાયો

પલસાણા ખાતે પતિગૃહે રહેતી પરણીતાએ આત્મહત્યા કરી હતી. જે મામલે પરણીતાના ભાઈએ પોલીસ મથકે ફરિયાદ આપતા પરણીતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ ધારા હેઠળ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા, 55 આરાધના ડ્રિમ રેસિડન્સી સોસાયટી, વિભાગ – 4 ખાતે પતિગૃહે રહેતી અને મૂળ યુ.પીની 22 વર્ષીય પરણીતા સરિતાદેવી લોકેશસિંહ મહેન્દ્રસિંહે ગત 14 નવેમ્બરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાબતે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન મરનાર પરણીતાના ભાઈ જીતેન્દ્રકુમાર પટેલે પલસાણા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ઊંડાણ પૂતવક તપાસ કરી હતી. તપાસમાં મરનાર પરણીતાના પતિ લોકેશસિંહ, સસરા મહેન્દ્રસિંહ અને સાસુ બીહુલાદેવી દ્વારા અવાર નવાર દહેજની માંગણી કરાતી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ પરણીતા સાથે મારઝૂડ કરી માનસિક ત્રાસ આપી મજબુર કરતા પરણીતાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પલસાણા પોલીસે પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારાની કલમ 45 મુજબ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement
error: Content is protected !!