Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

વધુ એકવાર પોલીસ પર ગાડી ચઢાવી હત્યા કરવામાં આવી

અમદાવાદ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે.વધુ એકવાર પોલીસ પર ગાડી ચઢાવી હત્યા કરવામાં આવી છે.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા તેમનું મોત થયું છે.પીએસઆઈ કાર્યવાહી કરવા ગયા ત્યારે જ બુટલેગરે તેમના પર ગાડી ચડાવી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા ગાડી ચાલકે તેમના  ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે પીએસઆઈ જે.એમ.પઠાણ ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આ બુટલેગર કોણ હતો તથા ક્યાંથી દારૂ ભરી લાવીને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ASI બળદેવ નીનામાએ દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા ત્યારે બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં ASI બળદેવનું મોત થયું હતું.આ અંગે કણભા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન આરોપી પણ ઝડપાયા હતા.

Advertisement
error: Content is protected !!