Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

આઇપીએસ હસમુખ પટેલે પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખોને લઈને કોકડું ગૂંચવાયું હોય તેમ તારીખોને લઈને કોઇ જ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. જોકે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને નિવેદન આપ્યું છે.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઇપીએસ હસમુખ પટેલે પોલીસ ભરતીની શારીરિક કસોટીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે X હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી આ જ વર્ષે 25 નવેમ્બરની આસપાસ શરૂ થઈ જશે. પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.

Advertisement
error: Content is protected !!