Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

રિક્ષામાં મુકેલ ત્રણ કોથળામાંથી ગૌમાસ નો જથ્થો મળી આવ્યો

મહુવા તાલુકાના પથરોણ ઢૂંઢેસા રોડ પરથી મહુવા પોલીસે શંકાસ્પદ કાર ચાલકને અટકાવી પૂછતાછ કરી તપાસ કરતા રોડની સાઈડમાં ઉતરી ગયેલ રિક્ષામાં મુકેલ ત્રણ કોથળામાંથી ગૌમાસ નો જથ્થો મળી આવ્યો હતો. મહુવા પોલીસે કાર ચાલકની ધરપકડ કરી ગૌ માસનો જથ્થો,રીક્ષા અને કારનો કબ્જો લઈ ફરાર ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા પથરોણ ઢૂંઢેસા માર્ગ પર ઢૂંઢેસા ગામની સીમમાં એક શંકાસ્પદ કાર (GJ-01-RD-5515)આવતા પોલીસે કાર ચાલકને અટકાવી પૂછતાછ કરતા પોલીસને શંકા ગઈ હતી.જેથી પોલીસે કાર ચાલકને બહાર કાઢી કડક પૂછતાછ હાથ ધરતા કાર ચાલક ઈમરાન હુસેન સૈયદે ગૌ માસ ભરેલ રીક્ષાનુ પાયેલોટિંગ કરી રહ્યા હોવાનુ જણાવતા પોલીસે તેમને સાથે લઈ આગળ તપાસ કરતા ઢૂંઢેસા ગામની સીમમાં માર્ગની સાઈડમાં ઉતરેલ એક (GJ-19-WB-1781)નંબરની શંકાસ્પદ રીક્ષા મળી આવી હતી.તે રીક્ષાની પોલીસે તલાસી લેતા અંદર મુકેલ કોથળામાંથી ગૌ માંસનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળે થી ત્રણ કોથળામાં ભરેલ 75 કિલો ગૌમાંસ નો જથ્થો કિંમત રૂ.3,750 અને રીક્ષા કિંમત રૂ.50,000 અને કાર કિંમત રૂ.2,50,000 મળી કુલ્લે 3,03,750 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાર ચાલક ઈમરાન હુસૈન સૈયદ અને નિલોફર ઈમરાન હુસૈન સૈયદ  (બંને રહે-બારડોલી તલાવડી ઝૂંપડ પટ્ટીમાં,તા-બારડોલી)ની ધરપકડ કરી હતી જ્યારે ફરાર રીક્ષા ચાલક અને સુરત ઉન પાટીયા ખાતે રહેતો હુસેન કાળીયો તેમજ ભાઠેના સુરત શહેરમાં રહેતો નઈમ ચીકનાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!