Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

પાવર ગ્રીડ લાઈન મામલે બારડોલીના મોતા ગામે ખેડૂતો અને પોલીસ તંત્રની બેઠક

બારડોલી તાલુકાના મોતા ગામે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો. પોલીસતંત્ર સાથે ખેડૂતોની બેઠક મળી હતી અને જરૂરી વાંધા નોંધાવવાના હોવાથી ખેડૂતોએ લાઇન નહીં નાખવા દેવાનો ઠરાવ કરાયો હતો. તેમજ વિજ લાઇન બાબતે વિરોધમાં તમામ ખેડૂતોનો એક સુર જોવા મળ્યો હતો.

પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વીજ લાઇન કચ્છના ખાવડા થી લઈ જે લાઈન નવસારી વાસી બોરસી સુધી જનાર છે.આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે. જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.આજ મુદ્દાને લઇને બારડોલી તાલુકાના મોતા ગામે વાંધા અરજી માટે અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે બેઠક યોજાઇ હતી. અને જેમાં  ખેડૂતોએ પોતાનો વિરોધ લખાવ્યો હતો. પાવર ગ્રીડ દ્વારા 765 કે.વીની બે લાઇન નાખવામાં આવનાર છે. સને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જુના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્થઘટન પણ કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે. વીજ લાઇન અન્ડરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન ને પણ ખોટી અસર નહીં થાય. તેમજ બાગાયતી પાકોને થતાં નુકસાન ની ભીતિ પણ ના રહે જેથી ખેડૂતોએ આ મામલે વિરોધ કર્યો હતો. મોતા ગામે વીજ લાઇન કામગીરી કરવા માટે બારડોલી પોલીસ પોહચી હતી.અને ખેડૂતોનો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેડૂતો એક સુર એ રહ્યા હતાં.ગામની ખેતી વિસ્તારમાંથી આ વીજ લાઇન નહીં પસાર કરવા દેવાનું નક્કી કરાયું હતું.

Advertisement
error: Content is protected !!