Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

તાજપોર બુજરંગ ગામેથી મહાકાય અજગર પકડાયો

બારડોલીના તાજપોર બુજરંગ ગામે બકરા ખાવાની લાલચે માનવ વસ્તી તરફ આવી ચઢેલા મહાકાય અજગરને સહીસલામત પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામના મંદિર ફળિયા રહેતા દિનેશભાઈ કોંકણીના ઘરના વાડામાં રાત્રીના 10 વાગ્યાની આસપાસ બકરા ખાવાની લાલચે એક મહાકાય અજગર આવી ચઢ્યો હતો. અજગરને જોઈ બકરા ભડકતા ઘરના સભ્યો વાડા માં જઈ જોતા અજગર બકરા પાસે જઈ રહ્યો હતો. દિનેશભાઈએ ગામના જાગૃત નાગરિક જેનિલ કોંકણીને જાણ કરતા જેનિલે ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ ને અજગર દેખાયાની જાણ કરી હતી. જતીન રાઠોડે ગામમાં રહેતા ટીમના સભ્ય પ્રાથિવ કોંકણીને મોકલતા ગામના નાગરિકોની મદદથી 10 ફૂટ લાંબા અજગરને સહીસલામત પકડી પાડ્યો હતો.  અજગરને ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના બારડોલી સેન્ટર પર લાવવામાં આવ્યાં આવ્યો ત્યારબાદ તેન સામાજિક વનીકરણના કર્મચારી મેહુલભાઈને જાણ કરતા અજગરનો કબજો લઈ નજીકના જંગલ માં છોડવાની કાર્યવાહી ધરી હતી.

Advertisement
error: Content is protected !!