Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧થી ૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરાશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બનાવવા તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિભાગ દ્વારા તા. ૦૧ થી તા.૦૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે.

જે અંતર્ગત તા.૧લી ઓગષ્ટે મહિલા સુરક્ષા દિવસની અંતર્ગત મહિલાલક્ષી કાયદાની જાગૃતતા, કરાટે/વ્યાયમ ક્ષેત્રે આગળ પડતી દીકરીનું સન્માન, શી-ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા જાગૃતિના સેમિનાર યોજાશે. આ ઉપરાંત મહિલા શક્તિ અંતર્ગત ૧૦૦ દિવસ જાગૃતતા અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકો સાથે સાયબર ગુનાઓ પર સંવાદ કરવામાં આવશે. તા.૨જી ઓગષ્ટે ‘બેટી બચાવો-બેટી પઢાવો’ દિવસની ઉજવણી અંતર્ગત કરાશે. જેમાં જેન્ડર સેન્સેટાઇઝેશન બેટી બચાવો બેટી પઢાઓ પર સેમિનાર, શાળાઓમાં માસિક સ્વચ્છતા પર કિશોરીઓ સાથે સંવાદ, ગુડ ટચ બેડ ટચ થતાં પોકસો એક્ટ જાગૃતિ, પીસી-પીએનડીટી એક્ટ જાગૃતિ, દીકરી વધામણા કીટ અને વ્હાલી દીકરી મંજૂરી હુકમ વિતરણ અને કિસોરીઓને માસિક હાઇજીન કીટ વિતરણ આયોજન કરાશે તેવી જ રીતે તા.૩જી ઓગષ્ટે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે રોજગારીનું સર્જન કરવા માટે દરેક જિલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન દ્વારા મહિલા સ્વરોજગાર મેળા, ઉધોગ સાહસિક મહિલાઓનું સન્માન, રોજગારલક્ષી યોજનાઓની માહિતી, શ્રમજીવી મહિલાઓના અધિકાર અને યોજનાઓની જાણકારી અંગે સેમિનાર આયોજિત કરાશે.

તા.૫મી ઓગષ્ટે મહિલા નેતૃત્વ દિવસની અંતર્ગત બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્ય સાથે નેતૃત્વ અંગે સંવાદ, મહિલા સરપંચ-તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન, પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે સંવાદ, ખેતીવાડી, ક્ષેત્રે અને ડેરી-પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતોનું સન્માન તેમજ ખાસ મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવનાર છે.

તા.૬ઠ્ઠી ઓગસ્ટ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ જાગૃતતા સેમિનાર, માનસિક સ્વાસ્થય વિશે જાગૃતિ સહિત કાર્યકમો આયોજિત કરવામાં આવનાર છે. જ્યારે તા.૭મી ઓગસ્ટ મહિલા કલ્યાણ દિવસ અંતર્ગત શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિવણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ તથા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રો, મહિલા ITI કોલેજો ખાતે વિષય નિષ્ણાત દ્વારા સમજ, મહિલા જાગૃતતા શિબિર, વિવિધ હેલ્પલાઇનની કામગીરી તથા ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું જાહેર સન્માન, ઉપરાંત વિવિધ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

તા.૮ ઓગષ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની અંતર્ગત કિશોરી મેળો, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, બહેનોને હાઇજીન કીટ વિતરણ, આંગણવાડી કેન્દ્રો ખાતે તથા આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શો તથા મહિલાઓ અને યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવશે.

Advertisement
error: Content is protected !!