Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Surat : ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક : જૂન મહિના દરમિયાન ૯ બાળશ્રમિક અને ૧૪ તરૂણશ્રમિકોનું પુનર્વસન

સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં જૂન માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુનર્વસન થાય તેમજ બાળમજૂરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. જોખમી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા બાળશ્રમિકોને રેસ્ક્યુ કરવા પર ભાર મૂકી બાળકો, તરૂણોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના આપી હતી.

બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, મે મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ, કરખાનાઓમાં ૯ રેડ કરીને ૯ બાળશ્રમિકો અને ૧૪ તરૂણ શ્રમિકો મુકત કરવામાં આવ્યા હતા. જેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી છે. આ બાળકો બિહાર,રાજસ્થાન, ઉત્તર પ્રદેશના હોવાથી અન્ય રાજ્યમાંથી તેમના માતાપિતાને સુરત બોલાવી બાળકો સાથે માતાપિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં બાળક ફરી વાર બાળમજૂરીના દલદલમાં ન ફસાય એ માટે સમજણ આપવામાં આવી હતી. બાળમજુરી કરાવનારા  માલિકો સામે એફ.આર.આઈ.ની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત નિયમનની ૯ નોટિસ આપવામાં આવી હોવાની વિગતો મદદનીશ શ્રમ આયુકતે આપી હતી.

Advertisement
error: Content is protected !!