Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

હિટ વેવ સંબંધે જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના

તાજેતરનીસ્ટેટફોરકાસ્ટ અનુસાર રાજ્યમાં તા. 22 મે થી પાંચ દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ઉષ્ણ લહેરની હવામાન ખાતાનીઆગાહીને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલદવે દ્વારા સંબંધિત તમામ વિભાગ અને કચેરીઓને ચાલુ કન્સ્ટ્રક્શનસાઇટ, મનરેગાસાઇટ તથા અન્ય સાઇટ કે જ્યાં શ્રમિકો કામ કરતા હોય તેવી તમામ સાઈટ પર બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કામગીરી લેવામાં ન આવે તથા આ સમય માટે શ્રમિકોનું વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત તમામ કચેરીઓ દ્વારા હીટ સ્ટોકથી એટલે કે “લૂ લાગવાથી” બચવા માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવે તેમ પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!