Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

બાળમજૂરનું શોષણ કરનાર કારેલીબાગના ફરસાણના વેપારીની અટકાયત

 

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાળમજૂરનું શોષણ કરનાર એક વેપારી સામે પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. કાર વિભાગ પાણીની ટાંકી નજીક આવેલા ચોખેલાલ ફરસાણ માર્ટમાં બાળમજૂરનું શોષણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડયો હતો.

પોલીસને 15 વર્ષનો એક બાળમજૂર મળી આવ્યો હતો. જેની પૂછપરછ દરમિયાન એક મહિનાથી કામ કરતો હોવાની અને માસિક 9000 પગાર નક્કી કર્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી પોલીસે દુકાનદાર પ્રવીણ મનીષભાઈ શર્મા ગુલમહોર સોસાયટી કારેલીબાગ પાણીની ટાંકી પાસે સામે ગુનો નોંધી અટકાયત કરી હતી

Advertisement
error: Content is protected !!