Explore

Search

October 12, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: બે સ્થળેથી બે બોલેરો ઝડપાઈ, રૂ.૧૯.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત

સોનગઢ વિસ્તારમાં એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે બે અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલી બે બોલેરો પિકઅપ ગાડીઓ ઝડપી પાડી હતી. પોલીસે કુલ રૂ. ૧૯,૬૯,૯૯૨નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસના જણાવ્યા મુજબ,પ્રથમ કાર્યવાહી સોનગઢની નવી આરટીઓ ચેકપોસ્ટ ખાતે કરવામાં આવી હતી. અહીં મહારાષ્ટ્રના નવાપુર તરફથી આવતી બોલેરો પિકઅપને રોકીને તપાસ કરતાં ૧૧૩ બોક્સમાં ભરેલી વિદેશી દારૂની ૪,૩૯૨ બોટલો મળી આવી હતી. આ ગાડીમાંથી દારૂ સાથે બે આરોપીઓ વિકાસ ભીમસિંગ મોરે અને પવન કરણસિંગ ખેડકરની ધરપકડ કરવામાં આવી હતી.બીજી કાર્યવાહી માંડળ ટોલનાકા આગળ ચોરવાડ પાટિયા નજીક કરવામાં આવી હતી. પોલીસને જોઈ બીજી બોલેરો પિકઅપનો ચાલક ગાડી ભગાવી ગયો હતો અને બાદમાં આ સ્થળે ગાડી મૂકીને ચાલક તથા ક્લીનર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ગાડી પણ કબજે કરી હતી.

બંને ગાડીઓની કિંમત રૂ. ૧૦ લાખ અને દારૂની કિંમત રૂ. ૯,૬૪,૯૯૨ સહિત મોબાઇલ ફોન સાથે કુલ રૂ. ૧૯.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી ગાડીના ચાલક-ક્લીનર તથા પાયલોટિંગ કરતી ફોર વ્હીલર કારમાં સવાર શખ્સો સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સોનગઢ પોલીસને સોંપવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!