Explore

Search

October 8, 2026

Contact us -7820092500

IAS Coaching

વલસાડ જિલ્લાનાં કુંડી ગામની સીમમાં ટ્રક પલટી જતાં ક્લીનરનું મોત, ચાલક ઘાયલ

મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના ભીનાઈ તાલુકાના નીમેડા ગામના ૩૦ વર્ષીય રહીશ કાલુરામ મિશ્રીલાલ જાટ ટ્રકના ક્લીનર તરીકે ફરજ બજાવતા હતા. જોકે કાલુરામ ટ્રક ચાલક મહેન્દ્ર સુવાલાલ ગુજ્જર (રહે.ધોલાદાંતા ગામ, તા. નસીરાબાદ, જિ.અજમેર) સાથે ગત તારીખ ૨૯/૦૯/૨૬ નારોજ રાજસ્થાનના ભીવંડીથી લોખંડના કેનનો સામાન ભરી મુંબઈ તરફ જવા માટે નીકળ્યા હતા. જયારે સોમવારે બંને વલસાડ જિલ્લાનાં કુંડી હાઈવેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ હતી. આ સાથે જ કેબિનમાં દબાઈ ગયેલ કાલુરામને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ઓછી-વત્તી ઈજા થતા, તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે મૃતકના ભાઈ કાનારામ જાટએ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!