Explore

Search

October 8, 2026

Contact us -7820092500

IAS Coaching

ચીખલીનાં ખૂંધ ગામની પરિણીત મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં ખૂંધ ગામે કૈલાશ નગર સોસાયટીમાં રહેતા એક પરિણીત મહિલા અગમ્ય કારણોસર ઘરમાં રહેલી અનાજમાં નાખવાની સેલફોસની ગોળીઓ ગળીને આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના મેર માડવાડાના વતની અને હાલ ખૂંધ ગામમાં કૈલાશ નગર સોસાયટી ખાતે રહેતા ઉત્સવ પોપટલાલ પ્રજાપતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગતરોજ સવારે તેઓ, તેમના પિતા પોપટલાલ અને મોટા ભાઈ હિતેશભાઈ પોતાની દુકાને ગયા હતા. તે સમયે ઘરમાં તેમની માતા લીલાબેન, ભાભી નીલમકુમારી અને પત્ની પ્રિયંકા હાજર હતાં.

ત્યારે ભાભી નિલમકુમારીને ઉલટીઓ થતાં અને તેમની તબિયત લથડતાં પત્ની પ્રિયંકાએ ફોન કરીને પરિવારને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને પૂછપરછ કરતાં નિલમકુમારીએ ઘરમાં રાખેલી સેલફોસ જે અનાજમાં નાખવાની ઝેરી દવા હતી તે પી લીધી હોવાનું જણાવ્યું હતું. જેથી તેણીને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ચીખલીની આનંદ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે નવસારીની નીરાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેથી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે ચીખલી પોલીસે તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!