Explore

Search

May 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Police Fir : નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

ભરૂચ જિલ્લાનાં ચાવજ ગામે આવેલ રાધે રેંસિડન્સીમાં રહેતાં બે પાડોશીઓ તેમની કોમન દિવાલમાં ખીલી મારવા જેવી નજીવી બાબતે બાખડયાં હતાં. બનાવ અંગે તેમણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચાવજ ગામની રાધે રેસિડન્સીમાં રહેતાં નરેશ રામગીરીશ સહાનીએ કલરકામની મજૂરી કરે છે. જોકે તેઓ ચાવજ ચોકડીથી મજૂરો લઈને શ્રવણચોકડી છોડવા ગયો હતો.

તે સમયે તેમની પત્નીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, બાજુમાં રહેતાં નંદલાલ તેમના ઘરના બહાર આવેલ દિવાલમાં ડ્રીલ મશીનથી કાણું પાડી ખીલી મારે છે. જેથી નંદલાલને ત્યાં જઈ નરેશે તેને આ દિવાલમાં અગાઉ તિરાડ પડેલી હતી તો, ‘તું કેમ દિવાલમાં ખીલી મારે છે’ તેમ કહેતાં નંદલાલે ઉશ્કેરાઈ જઈ તેની સાથે ઝપાઝપી કરી ડ્રીલીંગ મશીનનો પાછળનો ભાગ મારતાં તેના માથામાં અછળતો વાગ્યો હતો. નંદલાલે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.

દરમિયાનમાં ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં નંદલાલ મુખલાલ પ્રસાદે ફરિયાદ નોંધાવી હતી કે, તે તેમના ઘરની કોમન દિવાલ પર ડ્રીલ મશીનથી કાણાં પાડી પતરાનો શેડ નાંખવા ખિલા મારતાં હતાં. તે વેળાં નરેશ અને તેની પત્ની સુનિતાએ તેમને ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!