ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને ભરૂચ એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી રોહનભાઈ ઉર્ફે ઠીન્નો મનહરભાઈ ઠાકોર હાલ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હાજર છે.
જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઝડપાયેલ આરોપી રોહનભાઈ ઉર્ફે ઠીન્નો મનહરભાઈ ઠાકોર, શિવકૃપા સોસાયટી, મામલતદાર કચેરી સામે, ભરૂચનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એકટ તેમજ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. પોલીસ તપાસમાં આરોપી સામે સુરત અને ભરૂચમાં અગાઉ પણ ચોરી, છેતરપિંડી, પ્રોહીબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે.


