Explore

Search

May 26, 2026

Contact us -7820092500

IAS Coaching

ગીરીમથક સાપુતારાની તળેટીમાં આવેલ માલેગામ ટોલ બૂથ પર ગમખ્વાર અકસ્માત, આ અકસ્માતમાં નવ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ માલેગામ ટોલ બૂથ નજીક સિમેન્ટના પતરાંનો જથ્થો ભરેલ એક ટ્રકે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં નવ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં ટોલ બૂથ નજીકથી પસાર થતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નાસિક તરફથી સિમેન્ટના પતરાંનો જથ્થો ભરી વાંસદા તરફ જઈ રહેલો ટ્રકનાં ચાલકે માલેગામ ટોલ બૂથ નજીકથી પસાર થતી વખતે ગામમાંથી માટી ભરી જઈ રહેલા ટ્રેક્ટરને અડકેટમાં લીધું હતું. જોકે ટ્રકની જોરદાર ટક્કરથી ટ્રેક્ટર સહિત ટ્રૉલીઓ ભુક્કો બોલાઈ ગયો હતો અને ટ્રેક્ટરથી ટ્રોલી છૂટી પડી માર્ગની સાઈડમાં પડી હતી.

આ બાદ ટ્રક બેકાબૂ બની જઈ સામે તરફથી આવી રહેલ ઓલપાડના પ્રવાસીઓની કાર સાથે અથડાઈ હતી. ટ્રકે કારને દૂર સુધી ઘસડી જતાં કારમાં સવાર એક જ પરિવારના સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અકસ્માત દરમિયાન ટ્રકે ટોલ પ્લાઝા પાસેના ડિવાઈડર અને પથ્થરોને પણ નુકસાન પહોંચાડયું હતું.

આ બનાવમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જયારે કારમાં સવાર છ પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પહોંચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. તદ્દઉપરાંત ટ્રકના ચાલક અને કલીનરને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે અકસ્માત બાદ તમામ ઘાયલોન એમ્બ્યુલન્સને મદદથી નજીકની શામગહાન સીએચસી ખાતે સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતાં સાપુતારા પોલીસ મથકના પી.આઈ. તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. બનાવ અંગે સાપુતારા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!