Explore

Search

August 13, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં તરભોણ ગામે કંપની કામ કરતો મજૂર શરીરે દાઝયો

બારડોલી તાલુકાનાં તરભોણ ગામે નેક્ષોન પેપર મીલ કંપનીમાં મજુરી કામ કરતો અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતો રાજુભાઈ રામસેવક ડામીયા (ઉ.વ.45, મૂળ રહે.ઈલ્હબાદ, યુનિવર્સિટી હાલજવલ હોસ્ટેલ કલ્યાણ, જિ. પ્રયાગરાજ) કંપનીમાં પાવડર પકવવાની ટાંકીમાં પાવડર નાંખવાનું કામ કરતો હતો.

તે વખતે ટાંકીમાંથી પેપર બનાવાનો માલ પાકીને બહાર આવી જતા નીચે પડવા લાગ્યો હતો. આ વાતની જાણ રાજુભાઈ ડામીયા ઓપરેટરને કરવા જતા ટાંકીમાંથી નીચે પડેલ ગરમ માલ પર તે લપસી પડતા આખા શરીરે દાઝી ગયા હતા. બનાવ અંગે પોલીસે ભોગ બનનારી ફરિયાદ લઈ જાણવા જોગ ફરિયાદ નોંધી હતી.

Advertisement
error: Content is protected !!