Explore

Search

August 13, 2026

Contact us -7820092500

IAS Coaching

માંગરોળનાં પીપોદરા ગામે કાર અડફેટે બાળકનું મોત, અજાણ્યા કાર સામે ફરીયાદ નોંધાઈ

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે માતા બાળકને નવડાવીને બહાર લાવી રહી હતી તે સમયે પૂરઝડપે જતા કાર ચાલકે બાળકને ટક્કર મારતા બાળકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, પાલોદ પોલીસ મથકે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મળતી માહિતી અનુસાર, હાલ પીપોદરા ગામે ટેમ્પો ગલી એકતા ઈન્ડસ્ટ્રીઝમાં હરેક્રિષ્ણ પેકેજિંગ કંપનીના રૂમમાં રહેતા અને મૂળ બિહારના છાપરા જિલ્લાના દયાલપુર ગામના ૩૧ વર્ષીય ચંદનકુમાર હિરાભાઇ રામ તેમની પત્ની દીકરા સત્યમકુમારને નવડાવીને ઘરની બહાર લાવતા જ પૂરઝડપે આવી રહેલા કિયા કારના અજાણ્યા ચાલકે ગફલતભરી રીતે હંકારી સત્યમને ટક્કર મારી હતી. જેથી સત્યમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે પાલોદ પોલીસે કિયા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!