Explore

Search

May 20, 2026

Contact us -7820092500

IAS Coaching

કીમમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત જિલ્લાનાં કીમ ખાતે એક રત્નકલાકાર યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ કીમ ગામનાં જનકપુરી સોસાયટીના રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના માઢીયા ગામના 23 વર્ષીય દર્શન મહેશભાઈ ભાલીયા હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

પરંતુ તેમણે પોતાના બેડ રૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં કીમ પોલીસ તાત્કાલિક ધોરણે બનાવના સ્થળે આવી પહોંચી હતી ગુનો નોંધી યુવકની લાશનો કબજો લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!