Explore

Search

May 5, 2026

Contact us -7820092500

IAS Coaching

બનાસકાંઠામાં એસીબીની કાર્યવાહી : ૧૫ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયા

બનાસકાંઠા એસીબી એ આજે ડીસા તાલુકાના રામપુરા (દામા) ગ્રામ પંચાયતમાં સફળ ટ્રેપ ગોઠવી ભ્રષ્ટ અધિકારી સામે લાલ આંખ કરી છે. વિકાસના કામોના બિલો મંજૂર કરવાના બદલામાં ટકાવારી પેટે લાંચ માંગનાર તલાટી કમ મંત્રી રંગેહાથ ઝડપાઈ ગયા છે.

રામપુરા ગામે ૧૫માં નાણા પંચ અંતર્ગત કરવામાં આવેલ વિકાસના કાર્યોના બિલો મંજૂર કરવા માટે આરોપી તલાટી કમ મંત્રી કીર્તિ કુમાર રામાભાઇ પ્રજાપતિએ ટકાવારી પેટે રૂપિયા ૧૫ હજાર ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે પાલનપુર એસીબીનો સંપર્ક સાધ્યો હતો.ફરિયાદીની ફરિયાદના આધારે આજે તા.૦૪/૦૫/૨૦૨૬ના રોજ રામપુરા (દામા) ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન તલાટી કીર્તિ કુમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૧૫ હજાર ની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!